Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાન્ચે ચોરાયેલ કોપર વાયર તથા કાર સાથે એક ઈસમને પકડી...

મોરબી ક્રાઇમ બ્રાન્ચે ચોરાયેલ કોપર વાયર તથા કાર સાથે એક ઈસમને પકડી પાડ્યો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર તથા કાર મળી કુલ રૂ. ૭,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડતી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ તથા કે.જે.ચૌહાણ, પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન તેમજ ઉપરી અધિકારીઓની સુચના મુજબ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી.ને લગત કામગીર સબબ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તીથવા ગામ પાસેથી GJ-36-V-0882 નંબરની મારૂતી સુઝુકીની કેરી ગાડીમાં પ્લાસ્ટીકના ૧૯ બાચકાઓમાં કોપર વાયર લઇ કાર ચાલક નિકળતા જે બાબતે કાર ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી મજકુર કાર ચાલક પાસેથી ૧૧૦૦ કિ.ગ્રામના રૂ.૫,૫૦,૦૦૦ની કિંમતના કોપર વાયર તથા રૂ.૧,૫૦,૦૦૦/-ની કિંમતની GJ-36-V-0882 નંબરની મારૂતી સુઝુકીની કેરી ગાડી મળી કુલ રૂ.૭,૦૦,૦૦૦/-નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી આરોપી અકબરભાઇ અલીભાઇ ભોરણીયા મોમીન (રહે.તીથવા ગામ તા.વાંકાનેર જી.મોરબી)ને સી.આર.પી.સી. કલમ ૪૧(૧),ડી, મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આગળની ઘટીત કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે. ત્યારે તેની પૂછપરછ કરતા આ ગુનામાં તેની સાથે હસુભાઇ (રહે. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) તથા ચંદ્રેશભાઇ કંસારા (રહે. રાજકોટ) નામના આરોપીઓ પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ કોઇપણ પ્રકારના માલ/સામાનની હેરાફેરી કરતી વખતે વાહનમાં માલ સામાનના બીલ આધાર પુરાવા રાખવા હીતાવહ હોય જેથી જાહેર જનતાને મોરબી જિલ્લા પોલીસ દ્વારા બીલ આધાર પુરાવા સાથે રાખવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!