Saturday, May 18, 2024
HomeGujaratટંકારાની ખજૂરા હોટલ નજીક બાવળની ઝાડીમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લેતી...

ટંકારાની ખજૂરા હોટલ નજીક બાવળની ઝાડીમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

ક્રાઇમ બ્રાંચ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૩.૦૧ લાખ જપ્ત કર્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી રાજકોટ હાઇવે ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલથી આગળ બાવળની ઝાડી નીચે તીનપત્તીનો જુગ રમતા કુલ ત્રણ જુગારીને રોકડા ૩.૦૧ લાખ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પકડાયેલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે મળેલ બાતમીબે આધારે ટંકારા નજીક આવેલ ખાજુરા હોટલથી આગળ રોડની જમણી બાજુએ દરોડો પાડતા બાવળની ઝાડી નીચે તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા પ્રકાશભાઇ વશરામભાઇ ફેફર ઉવ.૪૬ રહે.રાજકોટ તીર્થ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૨ મુળરહે. હિરાપર તા.ટંકારા જી.મોરબી, કલ્પેશભાઇ ધીરૂભાઇ બરાસરા ઉવ.૩૮ રહે.મોરબી આલાપરોડ કુંજગલી શેરી મુળ રહે.નસીતપર તા.ટંકારા જી.મોરબી તથા પિન્ટુલ કરશનભાઇ કાવર ઉવ.૪૨ રહે.મોરબી રવાપર રોડ દર્પણ સોસાયટી બ્લોક નં.૧૮૨/A મુળ રહે.નાનાભેલા તા.માળીયા મિં. જી.મોરબીને ઝડપી લેવાયા હતા. મોરબી એલસીબી પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩,૦૧,૦૦૦/- કબ્જે લઇ પક્ડાયે ત્રણેય આરોપીઓ સને ટંકારા પોલીસ મથકમાં કેસ દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!