પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૩નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે રેઈડ કરી લીલાપર ગામની સીમમાં મચ્છુ ડેમ નજીક વોકળામાં આરોપી તુલસીભાઈ રણછોડભાઈ પરમાર, કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામાં અને રણજીત નાગજીભાઈ દેગામાંએ પોતાના કબજામાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે ૧૫૦૦ કિં.રૂ.૩૦૦૦/-, પ્લાસ્ટીકના કેરબા નંગ ૩૨ કિં.રૂ.૧૬૦૦/-, ભઠ્ઠીના સાધનો ટીનના બક્ડીયા નંગ-૦૨, ગેસના ચુલા નંગ-૦૨, ગેસના બાટલા નંગ-૦૪, નળિયાવાળા તાસ નંગ-૦૨ મળી કુલ કિં.રૂ.૫૨૦૦/- તથા દેશી દારૂ આશરે ૨૫૦ લીટર કિં.રૂ.૫૦૦૦/- એમ કુલ કિંમત રૂ.૧૪,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી તુલસીભાઈ રણછોડભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપીઓ કિરણ ઉર્ફે બેબો દેગામા અને રણજીત દેગામા હાજર નહિ મળી આવતા પોલીસ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.