મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહિ. જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલની સુચનાથી પીએસઆઇ આર.બી.ટાપરીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પો.હે.કોન્સ. ભગવાનભાઇ ખટાણા તથા પો.કોન્સ. રમેશભાઇ મુંધવાને મળેલી સંયુકત બાતમીને આધારે જુના ઘુટુ રોડ ઉપર સ્મશાન નજીકથી મારૂતિ સુઝુકી કંપનીની SX4 કાર નંબર જીજે-૦૯-બીએ-૮૪૫૬ (કિ.રૂ.૧,૫૦,૦૦૦/-) વાળીમા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મીલી કાચની કંપની શીલ પેક કુલ બોટલો નંગ ૧૨૦ (કિ.રૂ.૫૧,૮૪૦/-) તથા મોબાઇલ નંગ ૦૨ (કિં.રૂ. ૨,૫૦૦/-) તથા કાર (કિં.રૂ.૧,૫૦,૦૦૦/-) મળી કુલ કિં.રૂ.૨,૦૪,૩૪૦/- નાં મુદામાલ સાથે ભાવેશભાઇ નિરૂભાઇ જાદવ (ઉ.વ.૨૮, રહે.ધ્રાંગધ્રા નરસીહપરા મુનકાની વાડી પાસે કોંઢ રોડ ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) તથા પાર્થ ઉર્ફે પીન્ટુ કલ્પેશભાઇ ઠકકર (ઉ.વ.૩૦, રહે.દેપાળાના ચોરા પાસે મોટી શેરીમાં ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર) વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં બી ડિવિઝન પીએસઆઇ આર.બી.ટાપરીયા, પો.હેડકોન્સ. બી.આર.ખટાણા, ડી.એચ.બાવળીયા, એન.એમ.ગોસ્વામી, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ભગીરથભાઇ લોખીલ, રમેશભાઇ મુંધવા, દેવસીભાઇ મોરી, શકિતસીહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકઝા તથા રમેશભાઇ મિયાત્રા સહિતનાઓ રોકાયેલા હતાં.