આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તોફિક અમરેલીયા દ્વારા વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામનાં સદસ્ય પાસેથી રોડના કામ માં ખંડણી માંગી અને જાતિ પ્રત્યે હડધૂત કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ તોફિક અમરેલીયા રહે.ચંદ્રાપુર તા.વાંકાનેર દ્વારા પંચાસિયાના ગ્રામપંચાયતના સદસ્ય દિલીપભાઈ મોહનભાઇ ચાવડા પાસે રોડ રસ્તાના કામ નબળા છે તેવું કહી બે લાખ રૂપિયાની ખંડણી માંગી અને જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેની પોલીસ ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી દિલીપભાઈએ નોંધાવતા વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાએ આરોપી તોફિક અમરેલીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪,૫૦૪,૫૦૬(૨),એટ્રોસીટી એકટ હેઠળ ભારે કલમો સાથે ગુનો નોંધી આરોપી તોફિક અમરેલીયા ની અટકાયત કરી કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ આરોપી તોફિક અમરેલીયાએ આગાઉ પણ અનેક લોકોને RTI ના નામે લોકો પાસે ખંડણી માંગી છે જેની અનેક રજૂઆતો પણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આવી હતી ત્યારે આરોપી એ કોની કોની સાથે કેટલી છેતરપીંડી આચરી છે તે તપાસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.