Friday, April 19, 2024
HomeGujaratકમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી જીલ્લા વહિવટી તંત્ર સાબદું

કમોસમી વરસાદની આગાહીને પગલે મોરબી જીલ્લા વહિવટી તંત્ર સાબદું

રાજ્યના હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સોરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી ૧૦ થી ૧૨ ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની અગાહીને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે અને એ.પી.એમ.સી. તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

અધિક કલેકટર કેતન જોશીએ આ સંભવિત કમોસમી વરસાદને લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે અને જીલ્લા પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. જેમાં જીલ્લાના એ.પી.એમ.સી. તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજને સંભવિત વરસાદથી નુકશાન ન થાય તે માટે અત્યારથી આગોતરી વ્યવસ્થા કરી જરૂરી તકેદારીના પગલાં લેવાની સૂચના આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!