Wednesday, April 24, 2024
HomeGujaratવર્ષાઋતુને ધ્યાને લઇ કોઇપણ કુદરતી આપત્તિ સામે મોરબી જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

વર્ષાઋતુને ધ્યાને લઇ કોઇપણ કુદરતી આપત્તિ સામે મોરબી જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

મોરબી જિલ્લામાં કુદરતી આપદા સમયે સુચારુ કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા સુચના આપવામાં આવી.

- Advertisement -
- Advertisement -

આગામી સમયમાં ચોમાસાની ઋતુને ધ્યાને લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રિ-મોન્સુનની કામગીરી માટે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા તાલુકાદીઠ લાયઝન અધિકારી નિમણૂક કરી દેવાઇ છે ઉપરાંત તાલુકા સ્થાનો પર પ્રિ-મોન્સુનની બેઠકોનું આયોજન કરી પ્રિ-મોન્સુનની કામગીરીમાં કોઇ ઢીલાશ ન રહે તે જોવા તાકીદ કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા સમયે લોકોનું રેસ્ક્યુ સ્થળાંતર કરવા માટેના આશ્રયસ્થાનો નકકી કરવા અંગેનું આયોજન કરવું તેમજ તાલુકા કક્ષાએ વિવિધ બચાવ ટુકડીનું ગઠન કરવા પણ સુચનાઓ આપવામાં આવી છે.

લાયઝનીગ હેઠળના તાલુકામાં ડીઝાસ્ટર, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, અછત, રોગચાળાના સમયમાં તાલુકા ખાતે ઉપસ્થિત રહી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની દેખરેખ, માર્ગદર્શન, સંકલન અને સતત મોનીટરીંગ કરવા પણ અધિકારી ઓ જણાવવામાં આવ્યું છે. ડીઝાસ્ટરના સમયમાં તાલુકા કક્ષાના તમામ અધિકારી ઓ સાથે બેઠક યોજી, જરૂરી ફરજો સોંપી, આફતનો ભાગ બનનાર લોકો સુધી બનતી ત્વરાએ મદદ પહોંચાડવાના પ્રયત્નો હાથ ધરવા તેમજ જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહી કરવામાં આવેલ કામગીરી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા અંગેની પણ સુચનાઓ આપવામાં આવી છે.

ભારે વરસાદ દરમ્યાન થયેલ માનવ મૃત્યુ/ઇજા, પશુ મૃત્યુ, કાચા/પાકા મકાન ઝુંપડાને નુકશાન, ઘરવખરી નુક્શાન, માછીમારોને થયેલ નુકશાન વગેરે અંગે જિલ્લા કક્ષાએ તાત્કાલિક પ્રાથમિક અહેવાલ મોકલી આપવા સંબંધિત તાલુકા મામલતદારથી તાલુકા વિકાસ અધિકારીને જરૂરી સૂચના આપવી છે. વર્ષાઋતુ-૨૦૨૨ અંતર્ગત તા.૧/૬/૨૦૨૨ થી તા.૩૦/૧૧/૨૦૨૨ સુધી તાલુકા કંટ્રોલરૂમ શરૂ કરવા અને દર બે કલાકે નોંધાયેલ વરસાદના આંકડા ચોકસાઈ પૂર્વક જિલ્લા કન્ટ્રોલરૂમ ખાતે લખાવવા સંબંધિતને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!