Friday, September 20, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પૂર્વે ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું...

મોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પૂર્વે ચૂંટણી પ્રચાર ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું તા.૨૮/૦૨/૨૦૨૧ ના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની જોગવાઈ અનુસાર ઉમેદવારી પાછી ખેંચવા માટે નિયત કરેલ છેલ્લી તારીખ અને મતદાન વચ્ચે ઓછામાં ઓછા ચોખ્ખા ૧૩ દિવસનો ગાળો રાખવામાં આવે છે. આ સમયગાળા પછી મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય મર્યાદા પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. સમગ્ર મોરબી જિલ્લામાં મતદાન તા.૨૮/૦૨/૨૦૨૧ ના રોજ સવારના ૦૭:00 કલાકથી સાંજના ૦૬:00 કલાક સુધી થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકે એટલે કે, તા.૨૬/૦૨/૨૦૨૧ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કેતન પી. જોષીએ એક જાહેરનામું બહાર પાડેલ છે.

- Advertisement -
- Advertisement -

આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહી, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહી કે તેવી સભામાં હાજરી આપશે નહી. સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં. કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!