Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ દ્વારા ચાર રાજ્યોમાં ભગવો લહેરાતા વિજ્યોત્સવ ઉજવાયો

મોરબી જીલ્લા ભાજપ દ્વારા ચાર રાજ્યોમાં ભગવો લહેરાતા વિજ્યોત્સવ ઉજવાયો

ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ,મણિપુર અને પંજાબ સહિત પાંચ રાજ્યો માં ચૂંટણી ની આજે મતગણતરી હતી જેમાં ચાર રાજ્યો માં ભાજપનો વિજય થતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે ત્યારે આ જીતનો જશન મનાવવા ગુજરાતમાં ઠેકઠેકાણાએ ભાજપ દ્વારા આયોજનો કરાયા છે જેના ભાગરૂપે મોરબીમાં પણ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ અવસરે ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી અને એક બીજાના મો મીઠા કરાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા એ ચૂંટણી દરમિયાન અન્ય રાજ્યોમાં ભાજપના પ્રચાર અર્થે ગયેલા મોરબી ભાજપના કાર્યકરો-આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે આ પરિણામ પરથી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!