Friday, December 27, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાંણીનું રાજીનામું : આંતરિક વિવાદ બહાર...

મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાંણીનું રાજીનામું : આંતરિક વિવાદ બહાર આવ્યો

મોરબી જીલ્લા ભાજપ સંગઠન જાહેર કરવામાં આવ્યું. આ સંગઠનમાં મારી મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. આ પદ પરથી હું રાજીનામું આપું છું : જીતુ સોમાંણી

- Advertisement -
- Advertisement -

રાજીનામું આપવાના કારણો નીચે પ્રમાણે છે .
હું ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૧૨૫૦ મત થી હાયૉ હતો. આ ચૂંટણીમાં તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ ગોરધનભાઈ સરવૈયા પક્ષ વિરોધી પ્રવૃતિ કરી અપક્ષ ચૂંટણી લડી હતી, પાર્ટીએ તેને ૬ વર્ષે માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરેલ. છતા પોતાના સ્વાર્થે ખાતર આવી વ્યકિતને ફરી પક્ષમાં લેવામાં આવેલ જે ખુબજ ગંભીર બાબત ગણી શકાય તેટલામાં જ ફરી આ ગોરધનભાઈ સરવૈયાને જાહેર થયેલ જીલ્લા ભાજપ સંગઠનમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપવામાં આવેલ તે બાબત અતિ ગંભીર ગણી શકાય જો આ રીતે જ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ને છાવરવામાં આવતા હોય તો પણ કેવી રીતે ચાલી શકે આ બાબતથી નારાજ થઈ હું આ રાજીનામું આપી રહયો છું

મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં મે જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે મારી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત મે આપને , સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાને , પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાને , પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફીયાને મે કરી હતી. આ સાથે મેં તેમને તે પણ જણાવેલ કે જો મને મહામંત્રી પદ પર નિમણુક કરવામાં ન આવે તો મારે અન્ય કોઈ પદ જોઈતું નથી. આમ છતાં મને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ પદ આપેલ છે જેથી હું આ રાજીનામુ આપું છું

બાળપણથી જ હું સંઘનો કાયૅકતૉ છું મે ભાજપમાં વષોથી વફાદારી પૂવૅક કામગીરી કરી છે. મે કયારેય પક્ષવિરોધી પ્રવૃતિ કરી નથી. હું ૧૯૮૦ થી ભાજપમાં સક્રીય કાયૅકર છું અને સક્રીય કાયૅકર તરીકે મારું કાયૅ ચાલુ રાખીશ “વંદે માતરમ” આપનો વિશ્વાસુ અને પક્ષનો સનિષ્ઠ કાયૅકતૉ જીતુભાઈ સોમાણી આ મુજબ રાજીનામા લખ્યું છે.
આ રાજીનામું આપતા મોરબી જીલ્લા ભાજપનું રાજકારણ ગરમાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!