મોરબી જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે વિચાર – વિમર્શ મોરબી જીલ્લા મહિલા મોરચાના હોદ્દેદારોની નિમણુંક કરવામા આવી છે.
મોરબી જિલ્લા અધ્યક્ષ દુર્લભજી દેથરીયા દ્વારા મોરબી જિલ્લા ભાજપ દ્વારા મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાઈ છે. જેમાં મહામંત્રી તરીકે રસીલાબેન મહેશભાઈ ચાપાણી અને કોષાધ્યક્ષ તરીકે દક્ષાબેન ચંદ્રકાંતભાઈ જોષી અને કાર્યાલય મંત્રી પદે નેહાબેન પ્રવિણભાઈ બદ્રકિયા અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ક્રિષ્નાબેન રાધેશભાઈ બુદ્ધભટ્ટીની નિમણુંક કરાઈ છે.