Friday, December 27, 2024
HomeGujaratકોરોના મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાય આપવાની માંગ ઉઠાવતી મોરબી જિલ્લા કોંગ્રેસ

કોરોના મૃતકોના પરિવારજનોને ચાર લાખની સહાય આપવાની માંગ ઉઠાવતી મોરબી જિલ્લા કોંગ્રેસ

કોરોનાને પગલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે રૂપિયા ચારની સહાય આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિલાલ પટેલના વડપણ હેઠળ કરાયેલ લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સીજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ૩ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા હોવા છતાં સરકાર આંકડા છુપાવી રહી છે બીજી તરફ પશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે. મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંકડા સરકાર છુપાવી રહી છે.

મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબની નોંધ સુપ્રિમકોર્ટે લીધા છતાં પણ સરકારના પેટનું પાણી હાલતુ નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ-૧૯ ન્યાય યાત્રા યોજી કોરોનાથી મૃત્યુ પામનાર દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર, કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલ્સની રકમની ચુકવણી અને સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ તેમજ કોવીડથી અવસાન પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે.

ગુજરાતના ૩ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે પરંતુ ભાજપ સરકારે મૃતકોના આંકડા છુપાવતા માત્ર ૧૦ હજારનો આંકડો જાહેર કર્યો. મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવામાં આનાકાની બાદમાં સુપ્રિમ કોર્ટની સતત ફટકાર બાદ ભાજપ સરકારે સ્વિકાર્યું છે કે ૯૧૮૧૦ અરજીઓમાંથી ૫૮૮૪૦ અરજીઓ મંજુર કરાઈ છે. ૧૧૦૦૦ જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. ૧૫૦૦૦ અરજી પેન્ડીંગ છે અને ૫૦૦૦ જેટલી અરજીઓ રીજેક્ટ કરાઈ છે. કોરોના મૃતક પરિવારજનો વતી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય સરકાર તરફથી ચુકવવામાં આવે તે જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!