Friday, April 26, 2024
HomeGujaratહળવદ નજીક કાળમુખ કન્ટેનરની ઠોકરે આશાસ્પદ યુવાનનું કમકમાટીભર્યું મોત

હળવદ નજીક કાળમુખ કન્ટેનરની ઠોકરે આશાસ્પદ યુવાનનું કમકમાટીભર્યું મોત

મોરબી જિલ્લામા અકસ્માતની ગોઝારી ઘટનાઓનો કાળમુખો સીલસીલો અટકવાનું નામ જ લેતો નથી ત્યારે આજે હળવદ નજીક બાઈક અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા આશાસ્પદ યુવાન જિંદગી સામેનો જંગ હારી ગયો છે.

- Advertisement -
- Advertisement -

ગોઝારા અકસ્માતની પ્રાથમિક વિગત અનુસાર હળવદ માળીયા હાઈ-વે પર હોન્ડા શોરુમ પાસે‌ બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાળ બનીને દોડતા કન્ટેનરના ચાલકે બાઈક ચાલક યશ જયંતીભાઈ કણઝારીયા(ઉ.વ.22 રહે.ખારીવાડી હળવદ)ને અડફેટે લીધો હતો અકસ્માતને પગલે બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોચી હતી જેમાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આશાસ્પદ યુવાનનું મોત નિપજતા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. બીજી તરફ હાઇવે પર અકસ્માત સર્જાતા અંદાજીત એક કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ કન્ટેનર ચાલક ટેલર મૂકીને નાશી છૂટિયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં હળવદ પીઆઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!