Sunday, November 24, 2024
HomeNewsMorbiયુપી હાથરસ ગેંગરેપની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા કોંગ્રેસએ કાળી પટી સાથે મૌન...

યુપી હાથરસ ગેંગરેપની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા કોંગ્રેસએ કાળી પટી સાથે મૌન રેલી કાઢી પ્રતિક ધરણા કરી વિરોધ પ્રદર્શન  

મોરબી : યુપી હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના બનાવના સમગ્ર દેશમાં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટના મામલે ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા યુપીની ઘટનાના વિરોધમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢીને પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગ કરાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોરબી શહેરમાં યુપીના હાથરસ ગામે યુવતી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયી હત્યા કરવાના ધુણાસ્પદ બનાવના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાની આગેવાનીમાં કાળી પટ્ટી ધારણ કરીને નહેરુ ગેટ ચોકથી ગાંધી ચોકમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી મૌનરેલી કાઢવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જ્યંતીભાઈ જેરાજભાઈ પટેલ, કિશોરભાઈ ચીખલીયા, નાથાભાઈ ડાભી, ભાનુબેન નગવાડિયા, કે.ડી.પડસુમબીયા, જયેશભાઈ કાલરીયા, રામભાઈ રબારી, સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોજોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!