વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દસ વર્ષ પહેલા તારીખ ૨/૯/૨૦૧૨ ના રોજ બનેલ બનાવમાં થયેલ એટ્રોસિટી ના કેસ માં વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા સહિત ૫ જેટલા અન્ય લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી જે મામલે કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
તારીખ ૨૭/૮/૨૦૧૨ ના રોજ તીથવા ગામ ના ખેડૂતો ના પાણી ના પ્રશ્ને વાંકાનેર ના ધારાસભ્ય જાવિદ પીરઝાદા સહિત ૪૦૦-૫૦૦ જેટલા ખેડૂતો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવા ગયેલ હોઈ ત્યારે એ સમયે ઉગ્ર રજૂઆત થઈ હોઈ ત્યારે અમુક લોકો દ્વારા તાલુકા વિકાસ અધિકારી જે અનુસૂચિત જાતિ ના હોઈ તેમના જતી પ્રત્યે હડધૂત કરતા તારીખ ૦૨/૦૯/૨૦૧૨ ના રોજ આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે વાંકાનેર ના ધારાસભ્ય દ્વારા કહેવામાં આવે છે કે આ ફરિયાદ રાજકીય ઇશારે થઈ હોઈ, બાદ ફરિયાદ નોંધાતા આ સમગ્ર મામલો કોર્ટ ખાતે પહોંચ્યો જતો. ત્યારે આ કિસ્સામાં કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાલુકા પંચાયત નાં એ સમયના પ્રમુખ, તિથવા ગામ ના સરપંચ , માજી સભ્ય સહિત ના લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ દ્વારા હાલ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ત્યારે બીજી તરફ જિલ્લા સરકારી વકીલ વી.સી.જાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે એ સમયે વાંકાનેર ધારાસભ્ય સહિત ૫ જેટલા લોકો તાલુકા પંચાયત માં ઘુસી ગયા હતા અને સરકારી મિલકતો ને નુકસાન કરવામાં આવ્યું હતું ઉપરાંત એ સમયના તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી જે અનુસૂચિત જાતિ ના હોઈ તેમને જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી ઉપરાંત એ સમયે પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર કોર્ટમાં તેમનું નિવેદન ફરી જતા તમામ સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા હતા જેથી આજ આ તમામ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સરકારી વકીલ દ્વારા આ નિર્ણય સામે અસંતોષ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમને હાઇકોર્ટ માં અપીલ કરવા ની તૈયારી દાખવી છે.