મોરબી ડિસ્ટ્રિકત કોર્ટમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં ભરતભાઈ રાવલ નો આજે ૫૮ મો જન્મદિવસ હતો અને તેઓએ પોતાના જીવનની મરણ મૂડી માંથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે આર્થિક અનુદાન આપી અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો ભરતભાઈ રાવલ પણ કુદરતી રીતે આ દિવ્યાંગપણાંનો ભોગ નાનપણથી જ બન્યા હતા પરંતુ તેઓએ હિંમત હારી ન હતી અને મજબૂત મનોબળ સાથે તેઓએ પોતાના જીવનની કારકિર્દી શરૂ કરી હતી અને તેઓએ કોર્ટમાં નોકરી મળતાં શિસ્તબ્ધ રીતે આ નોકરી ને પૂર્ણ ન્યાય આપ્યો હતો જો કે ભરતભાઈ રાવલ આગામી ૧ જુલાઈ ના રોજ વયમર્યાદા થતાં નિવૃત થવાના છે ત્યારે તેઓએ તમામ દિવ્યાંગ વ્યક્તિઓને હિંમત ન હારી અને આ દુનિયામાં કાંઈ પણ અશક્ય નથી તેવો બોધપાઠ આપ્યો છે.ભરતભાઈ રાવલનું જીવન પણ મોટું પ્રેરણાદાયી અને અનેક મુસીબત થી ભરપૂર રહ્યું છે ત્યારે તેઓએ ૫૮ માં વર્ષે પણ આર્થિક અનુદાન કરી લોકોને નવો રાહ ચીંધ્યો છે.









