મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા લીગલ સેલની રચના કરવામાં આવી છે જેમાં સંયોજન, સહ સંયોજક, સભ્ય સાહિતનાઓની નિમણૂક કરવામાં આવી છે.
વિગત મુજબ મોરબી જિલ્લા સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા સહિત જિલ્લાના અગ્રણીઓ સાથે વિચાર વિમસ કરી મોરબી જિલ્લા ભાજપ લીગલ સેલની રચના કરાઈ છે જેમાં સંયોજક તરીકે મનીષભાઈ જોશી, સહ સંયોજક તરીકે અલ્પેશભાઈ પારેખ, સભ્ય તરીકે અતુલભાઈ ક્લોલા, કલ્પેશભાઈ સંખેસરિયા, ભાવેશભાઈ જેઠા, આતીસભાઈ ચાનીયા, નિધિબેન વાઘડિયા, અમીતભાઈ ડાભી, સંજયભાઈ ભાગિયા, અંજનાબેન રાઠોડ, સ્નેહલબેન રાવલ સહિતનાઓની મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા નિમણૂક કરાઈ છે.