મોરબી જીલ્લાના માળીયા(મી)માં વર્લી ફીચર્સનો જુગાર રમતા બે ની અટક કરાઈ છે તથા એકનું નામ ખુલવા પામ્યું છે. જયારે વાંકાનેરમાંથી તીનપત્તીનો જુગાર રમતા ત્રણ આરોપીની અટક કરવામાં આવી છે.
માળીયા(મી)ના વાગડીયા ઝાંપા પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાઓ લખી પૈસાં લેતી દેતીનો જુગાર રમતા ચંદ્રેશભાઇ નારણભાઇ ચાવડા ઉવ.૩૦ રહે માળીયા કાન્યા શાળા સામે મેઇન બજાર, સીંકદર સુભાનભાઇ જેડા ઉવ.૨૩ રહે મોટી બજાર ખોજાખાના શેરીને રોકડા રૂ. ૮,૬૨૦ સાથે માળીયા(મી)પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા. જયારે અન્ય એક આરોપી સલમાન હુસેનભાઇ સંધવાણી રહે માળીયા મીં વાડા વિસ્તાર જુના રેલ્વે સ્ટેશન પાસે પોલીસના દરોડા દરમિયાન હાજર મળી નહિ આવતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસની તાજવ હાથ ધરી છે.
જયારે વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તેથી તીનપત્તીનો જુગાર રમતા સલીમભાઇ નુરશા શેખ રહે.નવાપરા શેરી નં.૨, અશરફભાઇ કરીમભાઇ રફાઇ રહે.મફતીયાપરા ટંકારા તા.ટંકારા, ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખ રહે.વાંજાવાસ મામલતદાર ઓફીસ પાસે ટંકારાને વાંકાનેર સીટી પોલીસે રોકડા રૂ.૧૧,૬૭૦/- સાથે ઝડપી લઇ જુગારધારા હેઠા ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.