આજરોજ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની આંતરીક બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોરબી સીટી એ ડીવીઝન, સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા તેમજ ટંકારા, માળિયા, હળવદ અને વાંકાનેર સીટી તેમજ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ઉપરાંત ટ્રાફિક શાખા, પોલીસ હેડ ક્વાર્ટર અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ૧૮૯ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની મોરબી જીલ્લામાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે