જિલ્લાની 5 કંપનીના રૂ. 32.14 લાખના CSR ફંડમાંથી પોલીસ અને પ્રજાના હિતાર્થે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવાયું.
ભરૂચ પોલીસ હેડ કવાટરમાં ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ ICC ના સ્ટાન્ડર્ડનું 5 કંપનીઓના સહયોગથી રૂ. 32.14 લાખના CSR ફંડમાંથી 75 મીટરની બાઉન્ડ્રી અને 4 ટર્ફ પીચના પોલીસ અને પ્રજાના હિતાર્થે બનાવેલા નવનિર્મિત આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કવાટર ખાતે વિવિધ ઔધોગિક એકમો જેવા કે પાલેજ ફીલીપ્સ કાર્બન કંપની, અંકલેશ્વર લ્યુપીન કંપની, વાગરા કલર ટેક્ષ , અંકલેશ્વર RSPL તથા દહેજ UPL કંપનીઓના સહયોગથી અત્યાધુનિક ગ્રાઉન્ડનું નિર્માણ કરાયું છે.
જિલ્લાની 5 કંપનીઓના CSR ફંડ માંથી રૂ. 32.14 લાખના અનુદાનથી ICC ના નિયમોનુસારનું ક્રીકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે . જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં 75 મીટરની બાઉન્ડ્રી ( રીડીયર્સવાળુ ), ચાર ટર્ફ પીચ જે પૈકી 3 કાળીમાટીની તથા એક લાલ માટીની, ક્રિકેટરોની નેટ પ્રેક્ટીશ સારૂ એક એસ્ટ્રોટફ પીચ અને અન્ય એક ટર્ફપીચ બનાવાઈ છે. ખેલાડીઓને બેસવા માટે 2 અલગ અલગ પેવેલિયન , ક્રીકેટ ગ્રાઉન્ડની જાળવણી સારૂ 80,000 લીટરની ક્ષમતાનો વોટરસંપ , સ્પ્રિંકલ સિસ્ટમ છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડના મેન્ટેન્સ તથા પીચની જાળવણી સારૂ અલગ અલગ વજનના 2 રોલરમશીન , ગ્રાસકટર , વરસાદી પાણીના નિકાલ સારૂ આધુનિક ડ્રેનેજ લાઇન , સમગ્ર ક્રીકેટ ગ્રાઉન્ડ ફેન્સિંગથી સુરક્ષીત તથા સ્કોર્ડ બોર્ડની વ્યવસ્થા ઉભી કરાઈ છે.
અતિ આધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડનું આજે શુક્રવારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં રાજયકક્ષાના સહકાર અને રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ , સાંસદ મનસુખ વસાવા , ભરૂચ ધારાસભ્ય દુષ્યત પટેલ તથા વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જીલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, કલેકટર એમ.ડી.મોડીયા, ડી.ડી.ઓ. યોગેશ ચૌધરી, DSP ચુડાસમા તેમજ અન્ય મહાનુભાવો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.