રોડ પર આડેધડ વાહન પાર્કિંગ ન કરવા ટ્રાફિક ને અડચણ રૂપ લારી ગલ્લા હટાવવા એસપી રાહુલ ત્રિપાઠીએ આપી ચેતવણી
મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે દિવસ પેહલા સરપ્રાઇઝ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હિસ્ટ્રીશીટર ની ગતિવિધિ ચેક કરવામાં આવી હતી ત્યારે આજે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી એસઓજી, મોરબી એલસીબી તેમજ મોરબી સીટી એ ડિવિઝન ,બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા માં અવ્વલ નંબર પર આવતા શનાળા રોડ,સુપર માર્કેટ ,નવા બસ સ્ટેન્ડ તેમજ કન્યા છાત્રાલય રોડ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન આડેધડ વાહન પાર્ક કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને રોડ રસ્તા પર લારીઓ રાખીને વાહન ચાલકોને અડચણ રૂપ બનીને ટ્રાફિક સર્જતા લારી ગલ્લા ધારકોને પણ ચેતવણી આપવામાં આવી હતી અને આગામી સમયમાં ટ્રાફિક ની સમસ્યા થતી હોય તેવા તમામ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તેમજ એસપી રાહુલ તત્રિપાઠી ની આગેવાની માં યોજાયેલ આ ફૂટ પેટ્રોલિંગ માં એસઓજી પીઆઈ મયંક પંડ્યા,એલસીબી પીઆઈ,પીએસઆઈ તેમજ મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.