Tuesday, January 7, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની બુટલેગરો પર તરાપ : ચાર સ્થળોએથી દેશી-વિદેશી દારૂનો જથ્થો...

મોરબી જિલ્લા પોલીસની બુટલેગરો પર તરાપ : ચાર સ્થળોએથી દેશી-વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા વર્ષની શરૂઆતથી જ બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. અને એક બાદ એક રેઇડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ રેઇડ કરી દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટિમ દ્વારા બાતમીના આધારે ગઈકાલે વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટીમાં આવેલ સુરેશભાઇ રતનભાઇ બરાલાના રહેણાક મકાનમા રેઇડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી સુરેશભાઇ રતનભાઇ બરાલા તથા સુઝલભાઇ ચંદુભાઇ પાંચોટીયા નામના શખ્સોને ભારતીય બનાવટની વીદેશીદારૂની ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડેડ વ્હીસ્કીની રૂ.૨૫,૯૩૫/-ની કિંમતની ૫૭ બોટલોનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ મુદ્દામાલ અંગે આરોપીઓની પૂછતાછ કરતા તેઓએ આ મુદ્દામાલ કેતનદાન મહેન્દ્રદાન બારહટ નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા સમગ્ર મામલે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટિમે બાતમીના આધારે મોરબી–ર સામાકાંઠે, હાઉસીંગ બોર્ડ મેન રોડ મારૂતી કરીયાણા સ્ટોરની બાજુમા રોડ ઉપર રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી મનિષભાઇ ઉફે પેંગો જયકિશન અનાવાડીયા નામના શખ્સને તેની પાસે રહેલ લાલ કલરની બેગમા છુપાડેલ વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ ડીલક્ષ ઓરીજનલ વ્હીસ્કીની ૦૩ બોટલનાં રૂ.૧૧૨૫/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટિમે બાતમીના આધારે ધરમપુર રોડ પર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા સુનિલ કિશોરભાઇ કગથરાના રહેણાંક મકાને રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી બે પ્લાસ્ટિકના બાચકામાં રહેલ આશરે ૨૦૦ મીલીની ક્ષમતાવાળી ૧૦૦ પ્લાની કોથળીઓ તથા પ લીટરના ૬ બુગીયા મળી કુલ રૂ.૧૦૦૦/-ની કિંમતનું ૫૦ લીટર કેફી પ્રવાહી પીણુ વેચાણ કરવાના ઇરાદે રાખી ઈસમ મળી આવતા તેની અટકાયત કરી અન્ય ફરાર ઈસમ કિશોરભાઇ લાભુભાઇ કગથરાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જયારે ચોથા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે નવા ઢુવા ગામે આવેલ મુકેશભાઇ બાબુભાઇ કારેલીયાનાં રહેણાંક મકાનમાં રેઇડ કરી આરોપીએ તેના મકાનના ફળીયામાં ખાડો કરી છુપાડેલ ભારતીય પરપ્રાંત બનાવટની ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલનો રૂ.૪૨,૯૦૦/- નો વીદેશી દારૂનો જથ્થો કબ્જે કરી મુકેશભાઇ બાબુભાઇ કારેલીયાની અટકાયત કરી છે. જયારે આરોપીએ આ મુદ્દામાલ રમેશભાઇ ચોથાભાઇ કીહલા નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને વિરુધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!