Friday, September 20, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂ સાથે બે...

મોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા: એક ફરાર

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરની પોલીસે વિવિધ જગ્યાએ દેસી દારૂની ભઠ્ઠીઓ અને વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર ધોંસ બોલાવી છે જે દરમિયાન મોરબી જિલ્લામાં પણ બે અલગ-અલગ જગ્યાએથી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના સમલી ગામથી આગળ વાંકડા ગામ તરફ જવાના રસ્તે નાલા પાસે ખારા નામની સીમમાં એક શખ્સ મોટી માત્રમાં દારૂ મંગાવી ત્યાં છુપાડવાનો છે. તેવી બાતમી મળતા હળવદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં પ્રતાપ જીલુભાઈ સોલંકી નામનો શખ્સ પોતાની GJ-36-AC-9521 નંબરની વાઇટ કલરની સ્વીફ્ટ કાર સાથે મળી આવ્યો હતો. અને તેની સાથે રૂ.૧૦,૧૨૫/- કિંમતની મેક ડોવેલ નં.૦૧ની કુલ ૨૭ બોટલો મળી આવી હતી. પરંતુ આરોપી પોલીસને ચકમો દઈ ખુલી જગ્યાનો લાભ લઇ પોતાની કારમાં રફુચક્કર થઈ ગયો હતો.

બીજી બાજુ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે તેઓને બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર ઘુટુ રોડ પર રામકો વીલેજ સોસાયટી સામે દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો છે. જે હકીકતના આધારે રેડ કરતા પોલીસને બાવળની કાટમા છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂ એડરીયલ ગ્રીન એપલ વોડકાની રૂ.2200/-ની કિંમતની કુલ 22 બોટલો મળી આવી હતી. જેની સાથે પોલીસે હાર્દીક ગણપતભાઇ લાંઘણોજા અને પીરા જોધાભાઇ ભરવાડ નામના શખ્સો મળી આવ્યા હતા. જેમના વિરુદ્ધ પોલીસે પ્રોહી એકટ કલમ-૬૫-એ-એ,૧૧૬(બી),૮૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!