Monday, May 6, 2024
HomeGujaratપત્તાપ્રેમીઓનાં રંગમાં ભંગ :પાંચ જુગારીઓને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પત્તાપ્રેમીઓનાં રંગમાં ભંગ :પાંચ જુગારીઓને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રોહી. જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અવારનવાર સૂચના કરેલ હોવાથી તે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર કામે લાગ્યું છે. જે દરમિયાન ગઈકાલે મોરબી તાલુકા પોલીસે રેડ કરી તીન પતીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓને ખાનગીરાહે બાતમી બાતમી મળી હતી કે, જેતપર ગામનાં વણકર વાસમાં જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા દાના પ્રેમજીભાઇ પરમાર, લાભુ કારાભાઇ પરમાર, નારણ બાબુભાઇ પરમાર, દિપક કાન્તીભાઇ ધામેચા અને નાગજી ખીમજીભાઇ પરમાર નામના શખ્સો ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે કુલ રૂ.૧૬૩૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!