ગુજરાતની પોલીસ હવે ૧૦૮ ના ખભેથી ખભો મિલાવીને ચાલશે. હાર્ટએટેકના સમયે CPR ટ્રેનિંગ થકી નાગરિકોને મોરબી પોલીસ પ્રાથમિક સારવાર પૂરી પાડશે. તેમજ મોરબી જિલ્લાનો ૫૦,૦૦૦થી વધુ જવાનોનો પોલીસ સ્ટાફ અંગદાનનો મહાસંકલ્પ લેશે.
ગુજરાત સરકાર તથા DGP વિકાસ સહાયની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસના તમામ અધિકારી/ કર્મચારીઓને “કોલ્સ અવેરનેશ પ્રોગ્રામ (CPR TRAINING PROGRAM) અનુસંધાને આવતીકાલે રાજયમાં ૩૭ મેડીકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળ પર ૨૪૦૦થી વધુ ડોકટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા સૈધ્ધાંતિક અને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવશે. તાલીમ રાજ્ય સરકાર, ડોકટર સેલ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજિસ્ટ, ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાશે. જે સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સીના સમયમાં કોઇ વ્યક્તિનો જીવ બચાવી શકાય તે હેતુથી ગુજરાત પોલીસને CPR ની તાલીમ અપાશે, આ તાલીમ સંદર્ભે “અંગદાન એ મહાદાન” ના સુત્રને સાર્થક કરવાના હેતુસર મોરબી જિલ્લામાં રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર, મોરબી જજિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સવારના ૧૦:૦૦ થી બપોરના ૦૩:૦૦ સુધી કુલ ૦૫ બેંચમાં ૭૫૦ વધુ પોલીસ અધિકારી/ કર્મચારીઓ તથા કલેરીકલ સ્ટાફનો GMERS મેડીકલ કોલેજ, રેલ્વે સ્ટેશનસામે, મોરબી, ખાતે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલો જિસ્ટ, ગુજરાતના સંયુકત પ્રયાસે તથા ધારાસભ્ય, મોરબી, ટંકારા તથા વાંકાનેરની હાજરીમાં CPR પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસને CPR તાલીમ આપવામાં આવનાર છે. તેમજ ગુજરાત પોલીસના ૫૦,૦૦૦થી વધુ જવાનો મહાસંકલ્પ લેશે.