Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસનો સપાટો : છ સ્થળોએ રેઇડ કરી કુલ ૧૫ જુગારીઓ...

મોરબી જિલ્લા પોલીસનો સપાટો : છ સ્થળોએ રેઇડ કરી કુલ ૧૫ જુગારીઓ ઝડપાયા: એક ફરાર

મોરબીમાં જિલ્લામાં જુગાર રમતા શકુનિઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ રોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે છ સ્થળોએ રેઈડ કરી વિવિધ પ્રકારનો જુગાર રમતા-રમાડતા કુલ 15 ઈસમોને ઝડપી પાડ્યા છે. જયારે એક ઈસમ ફરાર થતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બાતમીના આધારે મોરબી માધાપરના ઝાપા પાસે રેઇડ કરી જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા મુસ્તાકભાઈ હાજીભાઈ સુમરા (રહે. વિજયનગર શેરી નં.૬ મોરબી), આશીફભાઈ હાજીભાઈ જીંદીયા (રહે. મોરબી વીશીપરા ફારૂકભાઈ મેમણના મકાનમા) તથા સુનીલભાઈ નટુભાઈ દેથરીયા (રહે મોરબી વાવડી રોડ રવિ પાર્ક-૧ સોસાયટી) નામના શખ્સો ઝડપાયા હતા. જેમની પાસેથી રોકડ રૂ.૪૫૨૦/-નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી જુના બસ સ્ટેન્ડના દરવાજા પાસે રેઈડ કરી ઓસમાણભાઈ મામદભાઈ વાઘેર (રહે. વાવડી રોડ લાભ સોસાયટી મોરબી) નામના શખ્સને વર્લીનો જાહરેમાં જુગાર રમાડતા રંગે હાથ પકડી પાડ્યો હતો. તેમજ પોલીસે આરોપી પાસેથી રૂ.૧૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન તથા રોકડ રૂ.૧૭૦૦/- મળી કુલ રૂ.૨૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આરોપીની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તે વર્લીના આંકડાઓ લઈને જાવેદભાઈ નેકમામદભાઈ ભટ્ટી (રહે જોન્સનગર મોરબી) પાસે મોબાઈલ ફોનથી કપાત કરાવતો હતો. જેથી પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી કબીર ટેકરી શેરી નં.૨ ના ચોકમા નગર દરવાજામાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે તેઓએ સ્થળ પર રેઈડ કરી હાજીભાઈ મુસાભાઈ કુરૈશી (રહે કબીર ટેકરી શેરી નં.૩ મોરબી), ફારૂકભાઈ તૈયબભાઈ ચાનીયા (રહે મોરબી કબીર ટેકરી શેરી નં.૨), કાસમભાઈ હાજીભાઈ કુરૈશી (રહે.કબીર ટેકરી શેરી નં.૫ મોરબી) તથા જુનૈદભાઈ હુશૈનભાઈ કુરૈશી (રહે.કબીર ટેકરી શેરી નં.૩ મોરબી) નામના શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂ.૧૩,૬૦૦/-નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. જયારે ચોથા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જુના ધુંટુ રોડ ઉપર અનિલ સિરામક પાસે રેઈડ કરી હતી. અને જાહેર રોડ ઉપર જુગાર રમતા સંજયભાઇ જગમાલભાઇ સરવાળીયા (રહે.ત્રાજપર ખારી વિસ્તાર યોગીનગર છેલ્લી શેરી મોરબી -૨ મુળ રહે.વેલનાથ સોસાયટી નર્મદા કવાર્ટર પાછળ સુરેન્દ્રનગર) તથા રોહિતભાઇ ભાવેશભાઇ ડાભી (રહે.ત્રાજપર ખારી વિસ્તાર યોગીનગર છેલ્લી શેરી મોરબી -૨ મુળ રહે.માટેલ મંદિર આગળ શીતળાધાર વિસ્તાર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને દબોચી લીધા હતા. તેમજ બંને પાસેથી રોકડા રૂ.૬૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર મિલપ્લોટ ચોકમા સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી અને જુગાર રમતા હેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા (રહે.વાંકાનેર મિલપ્લોટ ડબલચાલી તા.વાંકાનેર જી.મોરબી), કાનજીભાઇ સવસીભાઇ મકવાણા (રહે.વાંકાનેર મિલપ્લોટ ડબલચાલી તા.વાંકાનેર જી.મોરબી) તથા વિજયભાઇ ધિરુભાઇ ઉઘરેજા (રહે. વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ મિલપ્લોટ તા. વાંકાનેર જી.મોરબી) નામના શાકુઓને ઝડપી પાડ્યા હતા. તેમજ આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૧૪૦/-નો મુદ્દમાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે છઠ્ઠા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે ધરમપુર ગામ પ્રાથમિક શાળાની પાછળ જાહેરમાં જામેલ જુગારની ગેમ ઉપર રેઈડ કરી હતી. અને જુગાર રમતા રાજેશભાઇ અમરશીભાઇ મકવાણા (રહે-બૌધ્ધનગર સોસાયટી નજરબાગ રેલ્વે સ્ટેશનની સામે મોરબી-૦૧ વતનગામ-પંચાસર તા.જી.મોરબી) તથા રમેશભાઇ રામજીભાઇ મુછડીયા (રહે- બૌધ્ધનગર સોસાયટી નજરબાગ રેલ્વે સ્ટેશનની સામે મોરબી) નામના શખ્સોને રોકડા રૂ.૭૪૦/-ના મુદ્દમાલ સાથે પકડી પાડ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!