મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પોલીસ બેડાને સૂચનાઓ આપવામાં આવી હતી. જેને પગલે મોરબી શહેર અને જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ રેઇડ કરી પત્તાપ્રેમીઓને જેલ હવાલો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ ત્રણ સ્થળોએ રેઇડ કરી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે કુલ બે અલગ-અલગ જગ્યાઓ પર રેઈડ કરી પટ્ટા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે પોલીસે બાતમીના આધારે રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા જુમાભાઈ ગુલમામદભાઈ સાયચા, હનીફભાઈ મુસાભાઈ આંબલીયા અને ત્રિકમભાઈ કિશનદાસ હળવળા નામના ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. જેમની પાસેથી પોલીસે રોકડા રૂ.૩૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય બનાવમાં મોરબીનાં મચ્છીપીઠ ઈદગાહ મેદાનના ગેઈટ પાસે જાહેરમા જુગાર રમતા અનવરભાઈ રહીમભાઈ મોવર, યુસુફભાઈ મહમદભાઈ જુણાજ અને ટીપુસુલ્તાન ગુલામભાઈ ભટ્ટી નામના શખ્સોને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી લઈ તેમની પાસેથી કુલ રોકડા રૂ.૧૧,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જયારે બીજી બાજુ માળીયા મી. પોલીસ સ્ટેશનની ટીમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ખીરઈ ગામે સામતાણી ફળીયામાં ગફુરભાઇ અબ્બાસભાઇ સામતાણી નામના શખ્સનાં રહેણાંક મકાન મા અંદર રૂમમા જુગારધામ ધમધમી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા જુગાર રમતા ગફુરભાઇ અબ્બાસભાઇ સામતાણી, અસલમભાઇ રાસંગભાઇ સામતાણી, ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી, આમદભાઇ હબીબભાઇ સામતાણી, ઈરફાનભાઇ સલીમભાઇ કટીયા, સીકંદરભાઇ જાનમામદભાઇ ભટ્ટી, સલીમભાઇ દાઉદભાઇ માલાણી, દીલાવરભાઇ જાનમામદભાઇ ભટ્ટી, દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન, દીનેશભાઇ દલાભાઇ સાગઠીયા, સુલતાનભાઇ રહેમાનભાઇ સામતાણી, કાદરભાઇ હાસમભાઇ સખાયા, આરીફભાઇ શેરઅલીભાઇ લધાણી, દીપકભાઇ મોતીલાલભાઇ પોપટ, સાઉદીનભાઇ જાનમામદભાઇ ભટ્ટી અને રહીમભાઇ સલેમાનભાઇ જેડા નામના કુલ ૧૬ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી રોકડા રૂપીયા ૭૬,૫૦૦/- તેમજ મોબાઈલ મળી કુલ રૂ. ૧,૨૯,૫૦૦ /-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.