Sunday, January 12, 2025
HomeGujarat૩૧ ડિસેમ્બરને લઈને મોરબી જિલ્લા પોલીસનો સપાટો: સાત જગ્યાએ દરોડામાં ૨૩૦ બોટલ...

૩૧ ડિસેમ્બરને લઈને મોરબી જિલ્લા પોલીસનો સપાટો: સાત જગ્યાએ દરોડામાં ૨૩૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મોરબીમાં થર્ટી ફર્સ્ટ પ્યાસીઓ છાકટા ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. અને ઠેર-ઠેર રેઇડ કરી દારૂની હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી રહી છે. જેને લઈ બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે મોરબી જજિલ્લા પોલીસે ગઈકાલે એક જ દિવસમાં સાત જગ્યાએ દરોડા કરી કુલ ૨૩૦ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબી તાલુકાના મધુપુર ગામ ખાતે આવેલ વિદ્યુતનગરમાં કુલદિપસિંહ વિભાજી જાડેજા નામના કન્ટ્રકશનના ધંધાર્થીને ત્યાં રેઇડ કરી હતી અને મકાનના બાથરૂમમાં છુપાડેલ ભારતીય બનાવટની બ્લેન્ડર પ્રાઇડ સિલેકટ પ્રિમીયમ વ્હીસ્કીની રૂ.૫૧,૦૦૦/-ની કિંમતની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની ૬૦ બોટલ ઝડપી પાડી હતી અને આરોપી કુલદિપસિંહ વિભાજી જાડેજાની અટકાયત કરી હતી.

જયારે માળીયા મીં.પોલીસે શક્તિ પ્લોટ જુના ઘાટીલામાં રહેતા નવઘણભાઇ ભીમજીભાઇ સનુરા નામના શખ્સ પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની મેકડોવલ્સ નં-૧ સુપરીયર વ્હીસ્કીની રૂ.૨૨૫૦/-ની કિંમતની ૬ બોટલો ઝડપી પાડી છે. અને નવઘણભાઇ ભીમજીભાઇ સનુરા નામના યુવકની અટકાયત કરી છે.

જયારે અન્ય દરોડામાં હળવદ પોલીસની ટીમે બાતમીનાં આધારે મયુરનગર (વાંટાવદર) ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતા જયદીપભાઈ દિનેશભાઈ ડાભીના ઘરે રસોડામાં વેચાણ કરવાના ઈરાદે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેના મુદ્દામાલમાં પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની MC DOWELLS NO.1 COLLECTION WHISKYની રૂ.૧૮૦૦/- ની કિંમતની ૦૬ બોટલ, VINTAGE BLUE PREMIUM WHISKYની રૂ.૬૩૦૦/- ની કિંમતની ૨૧ બોટલ, COUNTY CLUB DELUXE WHISKYની રૂ.૭૭૦૦/-ની કિંમતની ૭૭ બોટલો (ચપલા), તથા KINGFISHER SUPER STRONG PREMIUM BEERના રૂ.૧૨૦૦/- ની કિંમતના ૧૨ ટીન મળી કુલ કિં.રૂ.૧૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી છે.

બીજી બાજુ, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીનાં આધારે મોરબી રવાપર ગામ ભેખડની વાડીથી આગળ બાવળની કાટમા આનંદભાઇ સુરેશભાઇ અઘારા અને કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રાએ છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની રૂ.૮૫૦૦/-ની કિંમતની ૧૦ બોટલો તથા બેલેન્ટાઇન્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની રૂ.૩૧,૨૫૫/- ની કિંમતની ૧૯ બોટલો મળી રૂ.૩૯,૭૫૫/-નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. જયારે મુનનગર ચોક ચંદ્રેશનગર ઉમા પેલેસ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૫૩માં રહેતો આનંદભાઇ સુરેશભાઇ અઘારા નામનો યુવક મુદ્દામાલ સાથે મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

જયારે મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રા નામનો શખ્સ સ્થળ પર મળી ન આવતા તેના ઘરે રેઇડ કરી હતી અને મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એમ.૮૨ બ્લોકનં.૪૫૧ ભાડાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની રૂ.૧૫,૩૦૦/-ની કિંમતની ૧૮ બોટલો તથા જહોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૧૨ બોટલો કે જેની કિંમત રૂ.૧૯૦૮૦/- છે તે મળી કુલ ૩૦ બોટલ સાથે કુલ રૂ.૩૪,૩૮૦/- નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખેલ હોય અને આરોપી કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રા સ્થળ પરથી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે.

જયારે અન્ય બનાવમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મોરબીનાં વાવડીરોડ કબીર આશ્રમની બાજુમા ભકિતનગર-૨માં રહેતા ભાર્ગવભાઇ સુધીરભાઇ વિઠલાપરા નામના શખ્સે પોતાના રહેણાંક મકાને વિદેશીદારૂ રાખી વેચાણ કરતો હોય જેથી આરોપીના રહેણાંક મકાને પોલીસે રેઇડ કરતા રોયલ સ્ટગ રીઝર્વ વ્હીસ્કીની બે લીટરની ૨૨ બોટલો મળી આવી હતી કે જેની કિંમત કિ.રૂ.૧૮,૦૪૦/-છે. તે મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!