Monday, May 20, 2024
HomeGujaratમોરબી પ્રાંત અધિકારી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરાયું:કોરોનાની સંભવિત ચોથી લહેરને...

મોરબી પ્રાંત અધિકારી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરાયું:કોરોનાની સંભવિત ચોથી લહેરને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સજ્જ

ચીનથી ફરી એકવાર કોરોનાનું સંક્રમણ દુનિયાભરમાં ફેલાઈ રહ્યું છે. જેની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત પણ કોરોનાની ઝપેટથી બાકાત નથી. જે અંતર્ગત આજે મોરબીની તેમજ દેશભરની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય સુવિધાઓ, આઇસોલેશન બેડ, ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ, ડોકટરોની ઉપલબ્ધતા સહિતની વસ્તુઓ ચકાસવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે મેકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતઅધિકારીએ આવી તમામ સુવિધાઓની ચકાસણી કરી હતી. અમારી હોસ્પિટલ કોરોનની ચોથી વેવ માટે તૈયાર છે. તમામ સુવિધાઓની પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. અમારી પાસે 100 અને 500 મેટ્રિક ટનનું PSA પ્લાન્ટ છે. જયારે પ્રાંતઅધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સંભવિત ચોથી વેવને લઈ ક્યાં પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ તે તપાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ, બેડ, આર.ટી.પી.સી.આર. લેબ સહિતની અન્ય સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!