આમ તો મોરબી જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગારની બદી વધુ જોવા મળતી હોય છે પરંતુ ઘણા સમયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જુગારીઓ ખુણે ખાંચરે બોર્ડ બેસાડીને જુગાર રમતા હોય છે ત્યારે મોરબી જીલ્લા પોલીસે ગઈકાલે બે સ્થળોએ દરોડા પાડી જુગાર રમતાં કુલ ૭ જુગારીઓને પકડી પાડયા છે. જ્યારે ૬ આરોપીઓ ફરાર થયા છે.
પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રાજાવડલા ખાતે ગરબી ચોક પાસે અમુક ઇસમો જૂગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરી જૂગાર રમતા કિશોરભાઈ નરશીભાઈ ડેડાણીયા તથા સંદિપભાઈ દિનેશભાઈ દેત્રોજાને પકડી પાડયા છે. જ્યારે પિન્ટુભાઈ ભીખાભાઈ રોરીયા, વિપુલભાઈ હકાભાઈ ડાભી, સુનિલભાઈ કેશુભાઈ સતરોટીયા, જેન્તીભાઈ કાળુભાઈ ડેડાણીયા, વિજયભાઈ ગીરધરભાઈ સારલા જાતે-કોળી તથા ભરતભાઈ લાખાભાઈ સિંહોરા સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલિસે તેઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. જ્યારે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૧૭૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે મોરબી ખોખાણી શેરી પાસે રેઇડ કરી જૂગાર રમતા દિપકભાઇ વિઠલભાઇ હણ (રહે.ખોખાણીશેરી પારેખશેરી પાસે ગ્રીનચોક મોરબી), દોલુભા ચંદુભા જાડેજા (રહે.ખોખાણીશેરી પારેખશેરી પાસે ગ્રીનચોક મોરબી), મનોજભાઇ ઇશ્રવરભાઇ ઇન્દરીયા (રહે. મોટી હનુમાન ડેરી શેરી ડેલી ફળીયા સામે ગ્રીનચોક મોરબી), જીગ્નેશભાઇ પંકજભાઇ કોટક (રહે.સામાકાંઠે રીલીફનગર બ્લોક નં.૦૨ મોરબી-૦૨) તથા સાગરભાઇ રજંનીકાતભાઇ સુખડીયાને પકડી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂ. રૂ.૨૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.