રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી મોરબી પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
જેમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે મોરબી રવાપર રોડ પર આવેલ જયદીપ પાઉભાજી વાળી શેરીમા રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની એક શીલબંધ બોટલ સાથે મનોજભાઇ નંદલાલ ચૌહાણ તથા સરતાજભાઇ સલીમભાઇ અન્સારી નામના આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
જયારે બીજા દરોડામાં માળીયા મીં. પોલીસની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતી GJ-13-F-9668 નંબરની સ્ક્રોપીયો કારને રોકી કારના ચાલક યુસુફભાઇ અલ્લારખાભાઇ સંધવાણી નામના યુવકની પૂછપરછ કરતા શંકાસ્પદ જણાતા તેના ગાડીની તપાસ કરી હતી. જેમાંથી તેઓને બીયરના ૦૪ ટીન મળી આવ્યા હતા. જે આરોપી વેચાણ અર્થે લઈ જતો હોવાનું જાણવા મળતા પોલીસે રૂ.૧,૦૦,૦૦૦/- ની કિંમતની સ્ક્રોપીયો કાર તથા ૦૪ બીયરના ટીન સાહિલ કુલ રૂ-૧,૦૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે યુસુફભાઇ અલ્લારખાભાઇ સંધવાણી નામના આરોપી યુવકની અટકાયત કરી છે.
જયારે બીજી બાજુ, હળવદ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જુના વેગડવાવ ગામે ઇશનપુરવાળા રસ્તે આવેલ સુરુભા દરબારની વાડી પાસે રેઇડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલો ઓફિસર્સ ચોઇસ કલાસીક વીસ્કીની રૂ.૭૪૦૦/-ની કિંમતની કુલ ૩૭ બોટલો સાથે ઋત્વીકભાઇ કાળુભાઇ સુરેલા નામના આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.