મોરબીમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ સજ્જ થઈ છે. અને ઠેર-ઠેર દરોડા પાડી દેશી-વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં જપ્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રોજ પોલિસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી હળવદ હાઇવે રોડ ઉચી માંડલ ગામથી આગળ મારબીલાનો સીરામીકના કારખાનાની સામે ચેકીંગ દરમિયાન રવિભાઇ ગોગનભાઇ બડીયાવદરા નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરતા શંકા જણાતા તેની GJ-10-DC-7231 નંબરની મોટરસાયકલમાં તપાસ કરતા તેમાંથી ઇગ્લીશ દારૂ મેકડોલ નંબર-૧ કલેકશન વીસ્કી ઓરીજનલ ૪ બોટલ તથા મોટર સાઇકલ મળી કુલ કિમત રૂપિયા-૨૬,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલ હવાલે કર્યો હતો.
જ્યારે અન્ય દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઇકાલે પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી નાની બજાર વિશ્વકર્મો મંદીરની બાજુમાં આવેલ એક રહેણાક મકાનમા ગેરકાયદેસર રીતે વીદેશી દારૂ વેચાય છે. જે હકીકતના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી રૂ.૨૪,૦૦૦/- કિંમતની સીવાસ રીગલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી એક લીટરની કાચની કંપની શીલબંધ ૮ બોટલો, રૂ.૨૫,૦૦૦ની કિંમતની જહોની વોલ્કર ડબલ બ્લેક બ્લેન્ડેડ ગુડસ વ્હીક્સી એક લીટરની કાચની કંપની સીલબંધ ૫ બોટલ એમ કુલ ૧૩ બોટલોનો રૂ.૪૯,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરી યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે.