Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી કુલ નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા

મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી કુલ નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા

મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળેથી પત્તાપ્રેમીઓને પકડી પાડ્યા છે. અને કાયદાનું ભાન કરાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મેસરીયા ગામની પાદરનો કેળો નામની સીમમાં આવેલ ગોપાલભાઇ છગનભાઇ રાઠોડની વાડી ખેતરમાં આવેલ ઓરડીમાં જુગારધામ ધમધમી રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમાડતા ગોપાલભાઇ છગનભાઇ રાઠોડ તથા તેમની ઓરડીએ જુગાર રમવા આવેલ રાજુભાઇ કરશનભાઇ ધોરીયા, લખમણભાઇ ધીરૂભાઇ કુમખાણીયા, મધુબેન દીનેશભાઇ પંચાળા, ગીતાબેન મેરકુભાઇ ધાંધલ તથા ભાવનાબેન ઉર્ફે અંજલી માધાભાઇ રાઠોડને રૂપીયા ૩૫,૪૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે અને તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે અન્ય બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ઘુંટું ગામ જનકપુર પ્લોટ વીસ્તારમા ભુપતભાઇ કોળીના મકાન પાસે શેરીમા ઓટલા ઉપર અમુક લોકો ગોળ કુંડાળું વળી જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હારજીતનો નશીબ આધારીત તીન પતી રોનપોલીસનો જુગાર રમતા જનકપુર સોસાયટી દાળમીયાદાદાના મંદીર પાછળ ઘુંટું ગામમાં રહેતા રમેશભાઇ મોમૈયાભાઇ સાલાણી, જુના ઘુંટું ગામ ભરવાડવાસ ખાતે રહેતા ચંદુભાઇ બીજલભાઇ પેથાણી તથા જુના ઘુંટું ગામ શેરી ન.૨ માં રહેતા ગોવીંદભાઇ પ્રભુભાઇ સાથલીયાને જુદા જુદા દરની ભારતીય રૂ.૧૫,૨૦૦/-ની ચલણી નોટો પકડી પાડી છે અને આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!