Monday, May 6, 2024
HomeGujaratવાંકાનેરના મહિકા ગામ નજીક અજાણ્યા વાહને હડફેટે લઈ લેતા મોટર સાઇકલ ચાલકનું...

વાંકાનેરના મહિકા ગામ નજીક અજાણ્યા વાહને હડફેટે લઈ લેતા મોટર સાઇકલ ચાલકનું મોત

મોરબીમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે વધુ એક હિટ એન્ડ રનની ઘટના વાંકાનેરના મહિકા ગામની સીમમાંથી સામે આવી છે. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે મોટર સાઇકલ ચાલકને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઇન્દીરાનગર ૮/૯૦ ટોરેન્ટ પાવર સામે અમરાઇવાડી અમદાવાદ ખાતે રહેતા પ્રેમજીભાઇ પુંજાભાઇ કંટારીયાનો દીકરો હિરેન ગઈકાલે મહિકા ગામની સીમ વાંકાનેર-બાઉન્ટ્રીને.હા. રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી હિરેનભાઈના GJ.27.DY.4222 નંબરના સુજુકી મોટર સાઇકલને હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!