Sunday, February 1, 2026
HomeGujaratમોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ જીલ્લા પોલીસે રૂ.૬૪.૦૧ લાખનો મુદ્દામાલ અરજદારોને...

મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ જીલ્લા પોલીસે રૂ.૬૪.૦૧ લાખનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો

મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબી સીટી એ-ડિવિઝન અને માળીયા (મી) પોલીસ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી કુલ ૨૮ ખોવાયેલ મોબાઈલ ફોન, સોનાનું પેન્ડલ, સોનાના બિસ્કિટ અને ચેન સહિત રૂ.૬૪,૦૧,૦૮૭/- નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. આ સાથે પ્રજા કલ્યાણલક્ષી કામગીરીથી “પોલીસ પ્રજાની મિત્ર છે” તે સૂત્ર ફરી એકવાર સાર્થક થયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કામગીરી અંગેની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લામાં અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલ તથા પીએસઆઇ જે.સી. ગોહિલના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ ટીમના કોન્સ. પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા તથા રવીભાઈ ધરમશીભાઈ પટેલે CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા કુલ ૨૨ ખોવાયેલ મોબાઈલ ફોન કિ.રૂ.૪,૧૩,૦૮૯/-, એક સોનાનું પેન્ડલ કિ.રૂ.૬ લાખ તેમજ બળજબરીપૂર્વક કઢાવી લેવાયેલા સોનાના બિસ્કિટ નંગ ૦૪ અને સોનાનો ચેન મળી રૂ.૫૨,૫૦,૦૦૦/- સહિત કુલ રૂ.૬૨,૬૩,૦૮૯/-નો મુદ્દામાલ શોધી કાઢી એ-ડિવિઝન પોલીસ દ્વારા અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત માળીયા(મી) પોલીસ સ્ટેશન દ્વારા પણ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ CEIR પોર્ટલનો ઉપયોગ કરી પો.કોન્સ. રાજદીપસિંહ ઝાલા દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરી કુલ ૦૬ ખોવાયેલ મોબાઈલ ફોન કિ.રૂ.૧,૩૭,૯૯૮/- શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. આ સાથે એ-ડિવિઝન તથા માળીયા(મી) પોલીસે કુલ ૨૮ મોબાઈલ ફોન સહિત રૂ.૬૪,૦૧,૦૮૭/-નો મુદ્દામાલ પરત કરી સુરક્ષા, સેવા અને શાંતિના સૂત્રને સાર્થક કરી, મોરબી જીલ્લા પોલીસ પ્રજાની સાચી મિત્ર હોવાનું ફરી એકવાર સાબિત કર્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!