મોરબી જિલ્લા પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત એક બાદ એક બુટલેગરો પર રેઈડ કરી નાની-મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બુટલેગરો પર ઘોસ બોલાવી કુલ ચાર સ્થળોએથી વિદેશી દારૂ તથા બે સ્થળેથી દેશી દારૂ બનાવવાનો ઠંડા આથાનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે ટંકારા સંધીવાસ જુમા મસ્જીદની સામે પટ્ટમાં રેઈડ કરી મુસ્તાકભાઇ હાસમભાઇ સોહરવદી (રહે. ટંકારા સંધીવાસ જુમા મસ્જીદની બાજુમાં તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સે ઇમરાન ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ (રહે. ચંદ્રપુર પાણીના ટાંકા પાસે તા.વાંકાનેર જી.મોરબી) પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી મેકડોવેલ્સ નં-૦૧ કલેશન વ્હીસ્કીની રૂ.૪૨,૩૭૫/-ઈ કિંમતની ૧૧૩ બોટલો મુસ્તાકે પોતાની GJ-03-FD-2644 નંબરની બંધ હાલતની ફોર્ડ ફીગો કારમાં વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરી મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.૯૨,૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને મુસ્તાક સોહરવદીની અટકાયત કરી છે. જયારે ઇમરાન ઉર્ફે ભુરો પઠાણને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં માળીયા મી. પોલીસની ટીમે બાતમીના આધારે માળીયા નવા રેલ્વે સ્ટેશન રોડ પર રેઇડ હસીનાબેન હનીફભાઇ મોવર નામની મહિલાએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ એમ.એચ.૦૬જે.૮૯૦૩ નંબરની ટોયોટા કંપનીની કેમરીમાં છુપાડેલ કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ લખેલ બિયરનાં ૪ ટીમ કબ્જે કરી પોલીસે ૪૦૦/-ના બિયર તથા રૂ.૧,૦૦,૦૦૦/-ની કિંમતની ટોયોટા કંપનીની કેમરી મળી કુલ રૂ. ૧,૦૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે લારી મહિલા આરોપીની અટકાયત કરી છે.
ત્રીજા બનાવમાં હળવદ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સુંદરગઢ ગામની બ્રાહ્મણી નદીના કાંઠે રેઈડ કરી મહેશ ઉર્ફે ગુગો ઘોઘાભાઇ હમીરપરા (રહે-સુંદરગઢ તા-હળવદ જી-મોરબી) નામનો શખ્સ પોતાનાં ખરાબાની જગ્યામા ગેર કાયદેસર દેશી પીવાનો દારૂ બનાવતો મળી આવતા પોલીસે તેની અટકાયત કરી રૂ.૪૦૦/-ની કિંમતનો ૨૦૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ ૩,૪૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે ચોથા બનાવમાં, માળીયા મી. પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે જુના અંજીયાસર ગામની સીમમા નાગાવાડી જવાના રસ્તે રેઈડ કરી મુસ્તાક ઇબ્રાહીમભાઇ કાજેડીયા (રહે.કાજરડા ૪૭ પીરની દરગાહની બાજુમા માળીયા મિ.તા.માળીયા મીયાણા જી મોરબી)એ પોતાનાં પાણીના ખાડા કાંઠે પાસે પડતર જમીનમા ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો રૂ.૧૨૦૦/-ની કિંમતનો ૬૦૦ લીટર ઠંડો આથો તથા રૂ.૪૦૦/-ની કિંમતનો ૨૦ લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૧૬૦૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી મુસ્તાક ઇબ્રાહીમભાઇ કાજેડીયાની અટકાયત કરી છે.
પાંચમી રેઇડમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રાતાવીરડા રોડ રોસા સીરામીક સામે મોરધનભાઇ ભીખાભાઇ કુણપરા (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને શંકાનાં આધારે રોકી તેની પૂછપરછ કરી આરોપીની તપાસ કરતા તેની પાસેથી રોયલ સ્ટેગ,સુપીરીયર વ્હીસ્કીના રૂ.૨૦૦/- ની કિંમતના ૨ ચપલા મળી આવ્યા હતા. જે અંગે પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે માલ નીતેશ જીલાભાઇ ઉકેડીયા (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી) પાસેથી લીધો હોવાનું જણાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે છઠ્ઠા બનાવમાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે રાતાવીરડા રોડ રોસા સીરામીક સામે વોચ ગોઠવી રાખી UP-24-AR-2727 નંબરની મહીન્દ્રા સ્કોર્પીયો કારને રોકી તેના ચાલક દીનેશભાઇ લેખરાજસીંગ યાદવ (રહે.રાતાવીરડા સીમ,દીયાન પેપરમીલમાં તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-પસેઇ થાના-કાદર ચોક તા.જી.બદાયુ રાજ્ય-ઉત્તરપ્રદેશ)ની પૂછપરછ કરી સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેની તપાસ કરતા આરોપી પાસેથી રૂ.૨૦૦/-ની કિંમતના ૦૨ રોયલ સ્ટેગ,સુપીરીયર વ્હીસ્કીનાં ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે ઇંગ્લીશ દારૂના ચપલા અંગે આરોપીની પુછતા તેણે આ ઇંગ્લીશ દારૂના ચપલા નીતેશ જીલાભાઇ ઉકેડીયા (રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી) પાસેથી ખરીદ્યા હોવાનું જણાવતા પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી દીનેશભાઇ લેખરાજસીંગ યાદવની અટકાયત કરી છે.