Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના જેપુર ગામના બસ સ્ટેંડ સામે ટ્રેન હડફેટે આવી જતા મહિલાનું મોત

મોરબીના જેપુર ગામના બસ સ્ટેંડ સામે ટ્રેન હડફેટે આવી જતા મહિલાનું મોત

મોરબીના કાવઠિયા સેરા જેપુર ગામે રહેતા મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રમીલાબેન નાનુભાઇ પગી નામની પરિણીતા ગત તારીખઃ-૧૦/૦૬/૨૦૨૩ ના સાંજના સમયે જેપુર ગામની સીમમા જેપુર ગામના બસ સ્ટેંડ સામે આવેલ ફાટક નં- ૪૫ પાસે ફાટક ક્રોસ કરતા હતા. ત્યારે નવલખી તરફથી આવતી માલગાડીની હડફેટે આવી જતા પરિણીતાને માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઈ સ્થાનિકોએ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મૃતદેહનો કબ્જો મેળવી અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!