મોરબીમાં નશાનો કાળો કારોબાર શેરીઓ-ગલીઓમાં થઈ રહ્યો છે. જે અંગે તો સૌ કોઈ વાકેફ જ છે. અને પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ એક બાદ એક રેઇડ પરથી જ આનો અંદાજો લગાવી શકાય કે મોરબીમાં કેટલા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડીરોડ કારીયા સોસાયટી ખાતે રહેતા રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી વેચાણ કરવા અર્થે મોરબીના મકરાણીવાસ મદીના ચોક ખાતે રહેતા અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર તથા મોરબી નાનીબજાર વિશ્વકર્મેા મંદીર પાસે રહેતા રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજાએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને આ જથ્થો મોરબીના નાનીબજાર ચોકથી આગળ બુડાબાવાની શેરીના નાકે આવેલ એક ખંઢેર મકાનમા છુપાડ્યો હતો. જે અંગેની બાતમી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા તેઓએ સ્થળ પાર રેઇડ કરી અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર તથા એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયાને ભારતીય બનાવટના વિદેશીદારૂની રોયલ ચેલેન્જ પ્રીમીયમ સીલેકટ વ્હીસ્કીની ૩૦ બોટલ તથા ઓલ સેસન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની ૧૮ બોટલ તથા મેકડોવેલ્સનં.૧ કલેકશન વ્હીસ્કીની ૧૮ બોટલ મળી કુલ ૬૬ બોટલના રૂ.૩૦,૭૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
જયારે અન્ય બનાવમાં, ત્રાજપર ચોકડીથી રામકુવા પાસે આવેલ ધર્મગોલ્ડ શોપીંગ સેન્ટર નામના કોમ્પ્લેક્ષના ખુલ્લા ધાબા ઉપર વિદેશી દારૂનો જથ્થો છુપાડવામાં આવ્યો હોવાની બાતમી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા તેઓએ સ્થળ પર રેઇડ કરી ગેર કાયદેસર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૦૧ સુપરીયોર વ્હીસ્કીની શીલ પેક ૭૦ બોટલોના રૂ- ૨૬,૨૫૦/- ના મુદામાલ સાથે બેરટોકીઝ પાછળના ભાગે ધાર ઉપર મફતીયાપરા વિસ્તાર શોભેશ્રવર રોડ મોરબી-૨ માં રહેતા હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા નામના આરોપીને પકડી પાડ્યો છે. જયારે બીજી બાજુ મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના જેતપર રોડ પીપળી ગામની સીમમાં આવેલ લોર્ડઝ હોટેલ સામે રોડ ઉપર રેઇડ કરી મુકેશભાઈ લક્ષ્મણભાઈ સાલાણી નામના પીપળી લોર્ડઝ હોટેલ સામે રહેતા શખ્સને મેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કીની ૦૪ બોટલના રૂ.૧૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે.