ગુજરાતનાં DGP તથા રાજકોટ જિલ્લા રેન્જ આઇજી દ્વારા આગામી થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી જિલ્લા પોલીસને સૂચનો કરતા મોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ લાતી પ્લૉટ શેરી નં.૬ ના નાકા પાસે જાહેર રોડ પરથી પસાર થતી વેળાએ એક શંકાસ્પદ શખ્સને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા જોન્સનગર શેરી નં.૮માં રહેતા ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા નામના શખ્સ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની સિગ્નેચર રેર એજ્ડ વ્હીસ્કીની રૂ.૧૬૪૦/-ની કિંમતની ૨ બોટલો મળી આવી હતી. જે મુદ્દામાલ સાથે પોલીસે આરોપી શખ્સની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે. જયારે અન્ય બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીનાં આધારે મોરબીનાં કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ પર રહેતા જુનેદભાઇ તૈયબભાઇ પુંજાણી નામના શખ્સના રહેણાંક મકાને રેઇડ કરી હતી. જ્યાંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની રૂ.૧૭,૦૦૦/-ની કિંમતની કાચની કંપની સીલપેક કુલ ૨૦ બોટલો તેમજ રૂ.૯૮૪૦/-ની કિંમતની સીગ્નેચર રેર એઝેડ વ્હીસ્કી ની કંપની સીલપેક ૧૨ બોટલો મળી આવી હતી. જે મળી કુલ રૂ.૨૬,૮૪૦/-નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. જયારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.