રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં શાંતી જળવાઈ રહે તે અનુસંધાને પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર અને હળવદ પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ગઈકાલે ચેકીંગ દરમિયાન જામસર ચોકડીથી જામસર ગામ તરફ જતા રોડ ઉપર સ્કુલ સામે એક શંકાસ્પદ શખ્સને રોકી તેની પૂછપરછ કરી તેને તપાસતા વાંકાનેરના સમથેરવામાં રહેતા રમેશભાઇ ધીરૂભાઇ બારૈયા નામના શખ્સના પેન્ટના નેફામાંથી ભારતીય પરપ્રાંત બનાવટની ઓફીસર્સ ચોઇસ ક્લાસીક વ્હીસ્કીની શીલપેક ઇગ્લીશ દારૂની રૂ.૩૨૦/- ની કિંમતની એક બોટલ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયરવાહી હાથ ધરી હતી, જયારે બીજી બાજુ હળવદ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીને આધારે માથક ગામે આવેલ રમેશભાઇ અમરશીભાઇ દેગામા નામના આરોપીના ઘરની પાછળ બાવળના જુંડમાં છુપાવેલ ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગલીશ દારૂની COUNTY CLUB DELUXE WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ રૂ ૧૮૦૦/- ની કિંમતની ૦૬ શીલ પેક બોટલ મળી આવી હતી. ત્યારે રેઇડ દરમિયાન આરોપી રમેશભાઇ અમરશીભાઇ દેગામા સ્થળ પરથી મળી ન આવતા તેની શોધખોળ હાથ ધરી છે.