રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી જિલ્લા પોલીસને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી પોલીસે ચાર સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ગતરોજ ચેકિંગમાં હતી. ત્યારે તેઓએ હરેશભાઇ ખીમજીભાઇ ગોપાણી નામના ટંકારાના કલ્યાણપર રહેવાસી શખ્સને શંકાસ્પદ જણાતા પ્રભુચરણ આશ્રમ થી કલ્યાણપર જવાના માર્ગ ઉપર રોકી તેની પૂછપરછ કરી તેની તપાસ કરતા શખ્સ પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશદારૂની GOA SPIRIT OF SMOOTHNESS WHISKYની રૂ -૬૦૦/-ની ૦૨ બોટલો મળી આવતા આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે અન્ય બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાવડી રોડ બાપા સીતારામની મઢુલી પાસેથી એક શખ્સ દારૂનો જથ્થો લઈ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી મોરબીના નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસે રહેતા જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા નામના યુવકને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વાઈટ લેક વોડકાની રૂ.૨૦૦૦/- ની કિંમતની ૪ બોટલો મળી આવી હતી. જે મુદ્દામાલ સાથે પોલીસે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં અક્ષત ટાઇલ્સ કારખાના પાસે, વિદેશરૂ દારૂનો જથ્થો વેચાણ અર્થે મંગાવવામાં આવ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી અને હળવદના નવા ઘાટીલા ગામે રહેતા અનિલભાઇ ચુનિલાલ લીલાપરા નામના યુવકે પોતાની પાસે રાખેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની ૨૯ બોટલોનાં રૂ.૧૦,૧૨૫/- ના મુદ્દામાને ઝડપી પાડ્યો હતો. અને યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાર્યવાહી આદરવામાં આવી હતી.