મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં પ્રસરતી જતી જુગારની બદીને ડામવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પગલે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઇડ કરી જુગાર રમતા કુલ 12 પત્તાપ્રેમીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સજનપર ગામની ચંદ્રાસર નામની સીમમાં આવેલ દેવીપુજકવાસના ઢોરા પાસે ખરાબાની ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ટોર્ચ લાઇટના અજવાળે ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જગદીશભાઇ ચકુભાઇ કારેલીયા (રહે-સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી), હરખજીભાઇ પરષોતમભાઇ ભુત (રહે.- સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી), સાદુરભાઇ શિવાભાઇ રાઠોડ (રહે- સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી), ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (રહે-સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી), શૈલેષભાઇ હિરાભાઇ ગોરીયા (રહે- સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી), દિનેશભાઇ લાલજીભાઇ સાબરીયા (રહે-સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી), મુળજીભાઇ ટપુભાઇ મકવાણા (રહે-સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી) તથા લખમણભાઇ ધનજીભાઇ સુરેલા (રહે-સજનપર (ઘુ) ગામ તા-ટંકારા જી.મોરબી) નામના શખ્સોને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૧૩,૪૦૦/- તથા ટોર્ચ લાઇટ મળી કુલ રૂ.૧૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા દરોડામાં, માળીયા મીં. પોલીસની ટીમે બાતમીના આધારે જાજાસર ગામે કોળીવાસમાં ચોકમાં ખુલ્લામાં રેઇડ કરી જાહેરમાં ગેર કાયદેસર નશીબ આધારીત હાર જીતનો તીન પતી રોન પોલીસનો જુગાર રમતા મયાભાઇ લક્ષ્મણભાઇ ખીંટ, મનસુખભાઇ રામજીભાઇ પરમાર, જીલુભાઇ મોહનભાઇ ગોગરા તથા ઉકાભાઇ દેવાભાઇ સવસેટા (રહે.બધા જાજાસર તા.માળીયા.મીં જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…