ગુજરાત બોર્ડ 10નું પરિણામ આજે 25 મે 2023ના રોજ જાહેર થઈ ગયું છે. 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 12ના પરિણામમાં સૌથી ઉચ્ચું રિઝલ્ટ મેળવ્યા બાદ હવે SSCના રિઝલ્ટમાં મોરબી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં 75.42 ટકા પરિણામ સાથે બીજુ સ્થાન મેળવ્યુ છે તેમજ સૌરાષ્ટ્ર માં મોરબી જિલ્લો અવ્વલ સ્થાન પર રહ્યો છે.
ધોરણ-10નું ગુજરાત બોર્ટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. ત્યારે ધોરણ 10ના પરિણામોમાં સુરત જિલ્લો 76.45 ટકા સાથે ટોપ ઉપર રહ્યો છે. જ્યારે મોરબી જિલ્લાના તારલાઓએ દિન રાત મહેનત કરી કઠોળ પરિશ્રમે જિલ્લાનું સરેરાશ 75.42 ટકા પરિણામ લાવી સમગ્ર જિલ્લામાં મોરબી જિલ્લાને બીજો ક્રમાંક પ્રાપ્ત કરાવ્યો છે. ધોરણ-10ની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. જેમાં ગણિત, વિજ્ઞાન અને સોશિયલ સાયન્સ. આ ઉપરાંત ભાષાઓ જેવી કે, સંસ્કૃત, પર્શિયન, ઉર્દુમાં પણ 100માંથી 100 માર્ક્સ મેળવ્યાં છે. જોકે, આ બાબતે ગુજરાતીમાં એક પણ વિદ્યાર્થી 100 માર્ક્સ મેળવવામાં સફળ થયો નથી. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 83 ટકાથી વધુ પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાના 184 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં, 1093 વિદ્યાર્થીઓ A-2 ગ્રેડમાં અને 1821 વિદ્યાર્થીઓ B-1 ગ્રેડ મેળવી ઉતિરણ થયા છે.