અરબી સમુદ્રમાં સર્જાયેલ બીપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાયા બાદ કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડયો હતો. જિલ્લામાં વાવાઝોડાની આફટર ઇફેક્ટ શુક્રવારે વહેલી સવારથી શરુ થઇ ગઇ હતી અને તેજ પવન ફુંકાવાની સાથે રાજકોટ અને મોરબી જિલ્લામાં દિવસ દરમિયાન સતત વરસાદ પડ્યો હતો. જેના પગલે મોરબી જિલ્લામાં ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં સરેરાશ 78.2mm (3.07 ઇંચ)વરસાદ નોંધાયો હતો. જેમાં માળિયા મિયાણામાં 63mm (2.48 ઇંચ), મોરબીમાં 84mm(3.30 ઇંચ), ટંકારામાં 84mm(3.30 ઇંચ), વાંકાનેરમાં 91mm(3.58 ઇંચ) અને હળવદમાં 69mm(2.71 ઇંચ) વરસાદ નોંધાયો હતો.