Saturday, October 3, 2026
HomeGujaratમોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ - ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને...

મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ – ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા

મોરબીના સમાજ સુરક્ષા દ્વારા વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા

- Advertisement -
- Advertisement -

મોરબી,અત્રેના શોભેશ્વર રોડ પર આવેલ વિકાસ વિદ્યાલય ખાતે સમાજ સુરક્ષા કચેરી દ્વારા મહાત્મા ગાંધીજીની અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ નિમિતે દિવ્યાંગજનો માટે વિહલચેર,કેલીપર્સ,હિયરિંગ મશીન વગેરે જેવા 139 જેટલા સાધનો અર્પણ કરવા માટેનો સમારોહ યોજાયો હતો

આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ જ્યંતીભાઈ રાજકોટિયા,ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા વગેરેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સરકારની વિવિધ યોજનાઓ આયુષમાનકાર્ડ,દિવ્યાંગોની વિવિધ યોજનાઓ વગેરેની માહિતી આપી હતી અને દેશના યસશ્વિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ વિવિધ સેવાકાર્યો વિશે વાતો કરી હતી,કેસરીદેવસિંહે જણાવ્યું હતું કે દિવ્યાંગ લોકો પણ પોતાના શક્તિ અને સામર્થ્ય દ્વારા આગળ વધી દેશનું નામ રોશન કરી શકે છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપણ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી યશપાલ સિંહ જાડેજા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરસિયાએ સભાળ્યું હતું, કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા એકમ તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલયના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!