હળવદ ના રહીશ અને મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી અને બિલ્ડર તપનભાઈ દવે એ તેમના પુત્ર શ્રેયાંશ ને હળવદ ની પેસેન્ટર શાળા નંબર-૪ ( સરકારી શાળા) માં પ્રવેશ આપાવ્યો છે ત્યારે તપનભાઈ ખાનગી શાળામાં પ્રવેશ માટે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં સરકારી શાળાની શિક્ષણ પદ્ધતિથી પ્રેરાય અને સરકારી શાળામાં તેમના પુત્રને પ્રવેશ અપાવી સમાજમાં અન્ય લોકોને સરકારી શાળામાં પોતાના બાળકોને વિદ્યાભ્યાસ માટે પ્રવેશ અપાવે તે માટે પ્રેરણા પુરી પાડી છે આ સરકારી શાળામાં અનેક સરકારી કર્મચારીઓના સંતાનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળામાં સર્વાંગી શિક્ષણ થકી વિદ્યાર્થીઓને અનોખું અને ભાર વગરનું ભણતર પૂરું પાડવામાં આવે છે ત્યારે આ શાળા માં અનેક વૃક્ષો અને બાળકો માટે રમત ગમત ના સાધનો સહિત સ્માર્ટ કલાસ રૂમ અને અન્ય અદ્યતન સુવિધા સભર આ શાળા માં બાળકો નો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે આમ હળવદ તાલુકા સહિત ગુજરાત ભર માં અનેક આવી આદર્શ સરકારી શાળાઓ છે આ સરકારી શાળા માં આશરે ૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ નવા શૈક્ષણિક સત્ર માં 100 જેટલા ધોરણ 1 માં અને 125 જેટલા ધોરણ 2 થી 8 માં અન્ય ખાનગી શાળા માંથી પ્રવેશ મેળવેલ છે. ત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે એ જાહેર જનતા ને સરકારી શાળા માં શ્રેષ્ઠ શિક્ષણ માટે બાળકો ને નિ:સંકોચ પ્રવેશ મેળવવા અનુરોધ કર્યો છે