મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી, જીવદયા પ્રેમી અને ગૌ રક્ષક તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે હૃદયની તપાસના નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. 28ને ગુરુવારે રાજોધરજી હાઇસ્કુલ, બસ સ્ટેશન પાસે હળવદ ખાતે કેમ્પ યોજાશે.
સત સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ (સાર્વજનિક જનરલ હોસ્પિટલ) અને આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબીના સહયોગથી હૃદયની તપાસનો નિ:શુલ્ક કેમ્પ યોજાશે.આ કેમ્પમાં દરેક દર્દી ને ECG (હૃદયની પટ્ટી), RBS (ડાયાબીટીસ) અને બલ્ડ પ્રેશરની તપાસ ફ્રી માં કરી આપવામાં આવશે. એટલું જ નહિ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયુષ હોસ્પિટલમાં 2 D ઈકો એટલે કે હૃદયની સોનોગ્રાફી, એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં બાલુન બેસાડવાની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આયુષ હોસ્પીટલમાં હૃદયની તમામ સારવાર ફ્રી માં કરી આપવામાં આવશે.
કેમ્પ અંગે વધુ માહિતીમાટે મો. 75750 88885 ઉપર સંપર્ક સાંધવા અનુરોધ કરાયો છે.