મોરબીના યુવાન ડોક્ટર તરુણ દિનેશભાઇ વડસોલા દ્વારા માનવતા મહેકાવી જરૂરિયાત મંદ લોકોની આંખોના ઓપરેશન કરી સરખી કરી છે જેમાં દરેક વ્યક્તિમાં કંઈકની કંઈક કૌશલ્ય,આવડત શક્તિ,સામર્થ્ય પડેલા હોય જ છે એને સમય આવ્યે બહાર લાવવાના હોય છે અને સમાજ માટે લોકો માટે એ સામર્થ્યનો ઉપયોગ કરી સામર્થ્યવાન બનવું જ રહ્યું એમ ડો.તરુણ વડસોલા તો હજુ હમણાં જ ગુજરાત યુનિવર્સિટીની આંખના સર્જનની પરીક્ષામાં યુનિવર્સિટી લેવલે ચતુર્થ ક્રમાંકે પાસ કર્યા બાદ ટૂંકા ગાળામાં જ માત્ર દશ દિવસમાં જરૂરિયાતમંદ 30 ત્રીસ જેટલા લોકોના વિના મૂલ્યે આંખના ઓપરેશન કરી આપી સેવા,સમર્પિતભાવ સાથે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની જરૂરી કૌશલ્ય સાથે સોહરત મહારત પ્રાપ્ત કરેલ છે,અને આંખની રોશની પ્રાપ્ત કરનાર વડીલોના આશીર્વાદ મેળવી, પોતે પ્રાપ્ત કરેલ શિક્ષણને સમાજ સુધી પહોંચાડી, સમાજ માટે યોગદાન આપેલ છે.