વિધાનસભાની સામાન્ય ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ ચૂંટણી યોજાનાર છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા ચૂંટણી માટેના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે બુથ ઉભા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે
કોઈપણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. આ હુકમ મોરબી જિલ્લાના તમામ શહેર અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારને લાગુ પડશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.
ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ હોય તે તમામ તથા ફરજ પરના પોલીસ/ એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ હુકમ લાગુ પડશે નહિ.