મોરબીના ઘૂંટુ ગામે પરીવારના સાત સભ્યો ગુમ થવામાં નવો વણાંક : પોલીસ તપાસમાં પરીવાર છ માસથી મોરબી રહેતો જ ન હોવાનું બહાર આવ્યું : પોલીસ તપાસનો ધમધમાટ
મોરબીના ચકચારી બનાવની મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે હરિઓમ પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારના સાત સભ્યો ગુમ થયા હોવાની ફરિયાદ કૌટુંબિક સુરેશભાઈ ભીખાભાઈ સોલંકી અને દિલીપભાઈ દ્વારા કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે ઘુંટુ નજીક આવેલા હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા શંભુભાઈ વશરામભાઈ લુહાર (ઉ.વ.૫૫), રેખાબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૫૦), કમલેશ શંભુભાઈ લુહાર (ઉ.વ.૨૬) લખીબેન વશરામભાઈ લુહાર (ઉ.વ.૭૦), ધર્મિષ્ઠ! શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૭), આનંદીબેન શંભુભાઈ લુહાર (ઉ.વ.૧૩) અને હસીબેન દેવશીભાઈ લુહાર (ઉ.વ.૨૧) એમ એક જ પરિવારના વૃધ્ધા, માતાપિતા, ભાઈ-બહેન અને પુત્રવધુ સહિતના ગુમ થયા છે
જેમાં મોરબી તાલુકા પીએસઆઇ એ એ જાડેજા દ્વારા પોતાનાં માર્ગદર્શન હેઠળ ટિમ તૈયાર કરી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પ્રાથમિક તપાસમાં ગુમ થનાર કમલેશ દ્વારા ભચાઉ તાલુકાના ભરીડિયાની યુવતી સાથે સગાઈ કરી હતી ત્યારે તેના પરિવજનો એ કોરોના બાદ લગ્ન કરવાનું કહેતા યુવક યુવતીને આ મંજુર ન હતું જેથી કમલેશ અને યુવતી બંને લગ્ન પૂર્વે ભાગી ગયા હતા જ્યારે તેના પરિવારના સભ્યો તો લોકડાઉન પૂર્વે જ એટલે કે માર્ચ મહિના પહેલા જ મોરબી છોડી અમદાવાદ તેની દીકરી ચેતનાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતાં અને ત્યાંથી તેઓ કીધા વિના અન્ય જગ્યાએ ચાલ્યા ગયા છે જેમાં પોલીસે આજે ઝીણવટ તપાસ કરતા અરજદાર સુરેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તેનો ભત્રીજો પ્રેમ લગ્ન કરી અન્ય જગ્યાએ ચાલ્યા ગયા છે જેના લીધે સામેના પક્ષના લોકો અમને હેરાન કરી રહ્યા છે અને આ પરિવારને શોધવાના પણ અમે પ્રયત્ન કર્યા છે પરંતુ પરિવારનો કોઈ પત્તો ન લાગતા અંતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે ત્યારે આ પરિવાર બે મહિના પૂર્વે નહિ પરન્તુ છ માસ પૂર્વે જ અમદાવાદ શેટલ થઈ ગયો હતો જે રાજીખુશીથી થયો હતો ત્યારે આજે મોરબી તાલુકા પોલીસની તપાસમાં નવો વણાંક આવતાં પોલીસે અમદાવાદ ખાતે જે જગ્યાએ રહેતાં હતા ત્યાંની પોલીસને સાથે રાખી તપાસનો દોર આગળ ધપાવ્યો છે હાલ યુવતીના પરિવાર જનોએ પણ ભચાઉ પોલીસમથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે ત્યારે આગામી સમયમાં જો પરિવાર હાજર નહિ થાય તો પોલીસ અને પરિવાર જનોને ગુમારાહ કરવા બદલ પણ પરિવાર જનો વિરુદ્ધ ગુનો નોંધાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે હાલ મોરબી તાલુકા પોલીસની તપાસમાં બે માસ પૂર્વે થયેલ મોરબીના ઘૂંટુ થી ગુમ છે એ વાત ને અરજદાર ના નિવેદન પરથી જ વાહિયાત સાબિત કરી દીધી છે ત્યારે પરિવારજનો શુ પોલીસ અને તેના કૌટુંબિક અને યુવતીના પરિવાર જનોને ગુમરાહ કરી રહ્યા છે એ આગામી સમય બતાવશે હાલ પોલીસે તપાસ ચાલુ રાખી પરિવારજનોની અમદાવાદ બાજુથી શોધખોળ હાથ ધરી છે.